સંયુક્ત રાજ્ય અમેરિકા
વિકિપીડિયા થી
સંયુક્ત રાજ્ય અમેરિકા (અંગ્રેજી: United States of America યુનાઇટેડ સ્ટેઇટ્સ ઑફ અમેરિકા) એ મુખ્યત્વે ઉત્તર અમેરિકામાં આવેલ દેશ છે. તેમાં ૫૦ રાજ્ય અને ૧ કેન્દ્રશાસીત પ્રદેશ છે. આ ઉપરાંત ઘણાં અન્ય દેશો અને પ્રદેશો આ દેશ સાથે વિવિધ સ્તરે જોડાયેલા છે. આ દેશ ઘણા જુદા જુદા નામો થી ઓળખાય છે જેમકે યુનાઇટેડ સ્ટેઇટ્સ, યુ.એસ.એ. , યુ.એસ. વગેરે. ઘણા લોકો આ દેશને અમેરિકા કહીને બોલાવે છે પણ આ નામ ખોટું છે, કારણકે અમેરિકા તે ઉત્તર અમેરિકા અને દક્ષીણ અમેરિકા ના ખંડોથી બનતા મહાખંડ નું નામ છે. ૨૦મી સદીના મધ્ય માં બીજા વીશ્વયુદ્ધ પછી સંયુક્ત રાજ્ય વીશ્વમાં એક શક્તિશાળી દેશ તરીકે ઉભરી આવ્યું છે.