Web Analytics Made Easy - Statcounter

See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions
ભારત - વિકિપીડિયા

ભારત

વિકિપીડિયા થી

भारत गणराज्य
ભારતીય ગણરાજ્ય
Republic of India
ભારત નો રાષ્ટ્રધ્વજ ભારત
ધ્વજ ચિહ્ન
સૂત્ર:
સંસ્કૃત: सत्यमेव जयते
ગુજરાતી: સત્યમેવ જયતે અર્થાત કેવળ સત્યનોજ જય થાય છે.
રાષ્ટ્રગીત: જન ગણ મન
Location of ભારત
રાજધાની નવી દિલ્હી
1) 28°34′N 77°12′E
વિશાળતમ શહેર મુંબઇ
અધીકારીક ભાષાઓ હીન્દી, અંગ્રેજી, તથા ૨૨ અન્ય ભાષાઓ
રાજસત્તા પ્રજાસત્તાક ગણરાજ્ય
 -  રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ
 -  વડાપ્રધાન મનમોહન સિંહ
સ્વતંત્રતા યુનાઇટેડ કિંગડમ પાસેથી 
 -  સ્વતંત્રતા ૧૫ ઑગસ્ટ ૧૯૪૭ 
 -  પ્રજાસત્તાક ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ 
વિસ્તાર
 -  કુલ ૩૧,૬૬,૪૧૪1 km² (૭મો)
૧૨,૨૨,૫૫૯ sq mi 
 -  પાણી (%) ૯.૫૬
વસ્તી
 -  ૨૦૦૬ નો અંદાજ ૧,૦૯,૫૩,૫૧,૯૯૫ (દ્વિતિય)
 -  ૨૦૦૧ ની ગણતરી ૧,૦૨,૭૦,૧૫,૨૪૮ 
 -  ગીચતા ૩૨૯ /km² (૩૧મો)
૮૫૨ /sq mi
GDP (PPP) ૨૦૦૬ estimate
 -  કુલ $4.042 trillion (4th)
 -  માથાદીઠ $3,700 (117th)
GDP (nominal) 2006 estimate
 -  Total $796.1 billion (12th)
 -  Per capita $820 (132th)
Gini? (1999–00) 32.5 (medium
HDI (2006) 0.611 (medium) (126th)
મુદ્રા રુપીયો (Rs) (INR)
ટાઇમ ઝોન IST (UTC+5:30)
 -  Summer (DST) not observed (UTC+5:30)
ઇન્ટરનેટ TLD .in
કૉલિંગ કોડ +૯૧
1 ભારતના શાસન હોઠળની જગ્યાજ ગણવામાં આવી છે.

ભારતીય ગણરાજ્ય એ અનેક સાંસ્કૃતિક વિવિધતાઓ ધરાવતો દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે. આ સાથે ભારત દુનિયાનો બીજો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ પણ છે. ભારતના એક અબજથી પણ વધુ નાગરીકો આશરે ચારસો જેટલી જુદી-જુદી ભાષાઓ બોલે છે. ભારત, purchasing power parity પ્રમાણે દુનિયાનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર, અને દુનિયાનું બીજું સૌથી ઝડપથી આગળ વધી રહેલું અર્થતંત્ર છે. આર્થીક સુધારાઓને કારણે છેલ્લા ૨૦ વર્ષમાં ભારતનું વિશ્વભરમાં એક મોકાના સ્થાન તરીકેનું મહત્વ ઘણું વધ્યું છે.

એશિયામાં મોકાના સ્થાન પર આવેલો, ભારતીય ઉપખંડના મોટા ભાગ પર છવાયેલો, ભારત દેશ મોટી સંખ્યામાં ઘણા વ્યસ્ત વેપારી માર્ગો ધરાવે છે. તેની સરહદો તેને પાકિસ્તાન, ચીન, મ્યાનમાર, બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન, અને અફઘાનિસ્તાન1 સાથે જોડે છે. શ્રીલંકા, માલદીવ ટાપુઓ અને ઇન્ડોનેશિયા, હિંદ મહાસાગરમાં ભારતની નજીક આવેલા દેશો છે. દુનિયાની કેટલીક પ્રાચિનતમ સંસ્કૃતિઓના ઘર એવા ભારત દેશે ૧૯૪૭માં લગભગ ૯૦ વર્ષના બ્રિટિશ શાસનમાંથી આઝાદી મેળવી.

અનુક્રમ

[ફેરફાર કરો] ભારતનું નામ

ભારત દેશનું નામ ભારતમાં જન્મેલા ત્રણ ભરત પરથી પડ્યું છે.

  • શકુંતલા અને દુષ્યંતનો પુત્ર ભરત; જે પરાક્રમથી દિગ્વિજય થયો.
  • જડભરત જે જ્ઞાનથી જડ થઇ ગયેલો અને તેના બીજા જન્મમાં હરણ બનેલો.
  • રામનો ભાઇ ભરત જે ત્યાગમૂર્તિ ગણાય છે.

આમ, ભારત દેશ પરાક્રમ, જ્ઞાન અને ત્યાગ ના આદર્શો ધરાવતો દેશ છે.

સંસ્કૃતમાં ભા = પ્રકાશ અને રત = પ્રવૃત. ભારત દેશ એટલે પ્રકાશમાંજ રત રહેતા લોકોનો દેશ.

[ફેરફાર કરો] ભારતનો ઇતિહાસ

[ફેરફાર કરો] પૌરાણીક ઇતિહાસ

ભારત એક મોટો અને જગ પ્રસિદ્ધ ઐતિહાસિક અને પુરાનિક દેશ છે. જગત ના ઉત્પત્તિ કર્તા બ્રહ્માજી તથા શિવજી અને વિષ્ણુજી એ ત્રણ ત્રિદેવ એવા સંયુક્ત નામ થી પ્રખયાત છે .આ ભારતની મહતા બતાવે છે.

[ફેરફાર કરો] પ્રાચીન ઇતિહાસ

[ફેરફાર કરો] વિદેશી આક્રમણનો ઇતિહાસ

[ફેરફાર કરો] ગુલામીનો ઇતિહાસ

Moghuls

[ફેરફાર કરો] સ્વતંત્ર ભારતનો ઇતિહાસ

[ફેરફાર કરો] આધુનિક ઇતિહાસ

[ફેરફાર કરો] ભૂગોળ

ભારત ભૌગોલિક રીતે ચોતરફથી કુદરતી સીમાઓ વડે રક્ષાયેલું છે. ઉત્તરમાં હિમાલયની દુર્ગમ પર્વતમાળાઓ, દક્ષિણમાં ભારતીય મહાસાગર, પૂર્વમાં ગીચ જંગલો અને પશ્ચિમમાં વિશાળ રણો તેને બીજા ભૂખંડોથી અલગ પાડે છે. આથી જ તેને ભારતીય ઉપખંડ તરીકે ઓળખવામાં આવે છે. તેનો આકાર હીરા જેવો હોવાથી તેને સંસ્કૃતમાં તેને જંબુદ્વિપ પણ કહે છે. ભારતનો ભૂખંડ પૂર્વે ચોતરફ પાણી થી રક્ષાયેલો હશે અને તે ધીમે ધીમે ઉપર તરફ ધસીને એશિયાના ભૂખંડ સાથે અથડાયો હશે તેવું આધુનિક વિજ્ઞાન પણ માને છે.

[ફેરફાર કરો] ઉત્તરનો પર્વતાળ પ્રદેશ

હિમાલયની પર્વતમાળા
હિમાલયની પર્વતમાળા

ભારતની ઉત્તરે હિમાચલ કે હિમાલયની પર્વતમાળ આવેલી છે. ઉત્તર ધૃવ તરફથી વહેતા ઠંડા પવનોને તે રોકી લે છે. હિમાલયની પર્વતમાળા પૂર્વમાં મ્યાનમાર કે બર્માથી ચાલુ થઇ પશ્ચિમમાં છેક અફઘાનિસ્તાન સુધી વિસ્તરેલી છે. ચીન અને ભારત વચ્ચે તે એક કુદરતી રાજકીય સીમાની ગરજ સારે છે. નેપાલ, ભૂતાન જેવા દેશ આ પર્વતમાળામાં જ આવેલા છે.

ભારતની જીવાદોરી સમાન ગણાતી નદીઓ જેવી કે ગંગા, યમુના, સિંધૂ (અત્યારે પાકિસ્તાનમાં), બ્રહ્મપુત્રા વગેરે હિમાલયમાંથી નીકળે છે.

[ફેરફાર કરો] મધ્ય અને દક્ષિણના મેદાનો

હિમાલયમાંથી નીકળતી નદીઓ તેની દક્ષિણમાં અને ભારતની મધ્યમાં આવેલા મેદાન પ્રદેશમાંથી વહે છે અને અંતે ભારતીય મહાસાગરના ઉપસાગરો - અરબી સમુદ્ર અને બંગાળનો ઉપસાગર - માં મળી જાય છે. આ મેદાન પ્રદેશો ખૂબજ ફળદ્રુપ અને ખેતીલાયક હોવાથી દુનિયાનો સૌથી ગીચમાં ગીચ પ્રદેશ છે. ભારતીય સંસ્કૃતિ આ જ વિસ્તારમાં ખીલી છે. પૌરાણિક રીતે આ વિસ્તાર ખૂબ જ મહત્વ ધરાવે છે. ભારતના મહાન રાજાઓ, વ્યક્તિઓ આ જ વિસ્તારમાં જન્મી છે.

[ફેરફાર કરો] પૂર્વના જંગલો

ભારતની પૂર્વમાં અરૂણાચલ પ્રદેશ વગેરે સીમાડાના રાજ્યો અને મ્યાનમાર ને જોડતા પ્રદેશોમાં ગીચ જંગલો આવેલા છે. આ પ્રદેશમાં પુષ્કળ વરસાદ થાય છે. અહીંના ચેરાપુંજીમાં વિશ્વનો સૌથી વધુ વરસાદ (૧૦૦ ઇંચ) થાય છે. પુષ્કળ વરસાદના કારણે જમીન ખૂબ જ ફળદ્રુપ છે.

[ફેરફાર કરો] પશ્ચિમના રણો

ભારતની પશ્ચિમે કચ્છ નુ નાનુ ,મોટુ રણ્ અને થારના રણો આવેલા છે. ઐતિહાસિક ભારત અફઘાનિસ્તાન અને ઇરાનની સીમાઓ સુધી વિસ્તેલું હતુ. વિદેશી આક્રમણકારો આ રણને બદલે કારાકોરમનો ઘાટ વટાવીને ભારતમાં પ્રવેશ કરતા. આજે કચ્છનું રણ ગુજરાત માં અને થારનું રણ રાજસ્થાન અને પાકિસ્તાનમાં આવેલું છે. આ રણના પોખરન વિસ્તારમાં ભારતે પરમાણુ બોમ્બનો પ્રયોગ પણ કરેલ છે.

[ફેરફાર કરો] દક્ષિણનો સાગર

ભારતનો દક્ષિણ ભાગ ત્રણ તરફ સમુદ્રથી ઘેરાયેલો છે. દક્ષિણ ભારતની પૂર્વમાં બંગાળનો ઉપસાગર, પશ્ચિમમાં અરબી સમુદ્ર અને દક્ષિણમાં હિંદ મહાસાગર આવેલો છે. આ સમુદ્રમાં ભારતના આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વિપ ટાપુઓ અને શ્રીલંકા અને માલદીવ ટાપુ જેવા દેશો આવેલા છે. ભારતની હિંદ મહાસાગરમાંની ભૂશિરને કન્યાકુમારી તરીકે ઓળખાય છે. ભારતમાં થતો વરસાદ આ સમુદ્રની આબોહવાને આધારી છે.

[ફેરફાર કરો] લોકજીવન

ભારત દેશનું લોકજીવન "વિવિધતામાં એક્તા" સૂત્રને આત્મસાત કરતું દેખાય છે. જુદા જુદા પ્રાંતના લોકોનો પોષાક, ખાણીપીણી, ભાષા જુદા જુદા હોવા છતા તેઓ એક ભારત દેશની છત્રછાયામાં રહે છે. આ દેશમાં ભાષા, ધર્મ, જાતિ વગેરેમાં અલગ અલગ એવી પ્રજા ઐતિહાસિક કાળથી આવીને વસી છે. પૌરાણીક ભારતમાં યવન, પહલવ, મ્લેચ્છ, બર્બર જેવી જાતિઓનો ઉલ્લેખ છે જે ભારતના લોકો સાથે સંપર્કમાં હતી અને એકબીજાને યુદ્ધ દરમિયાન મદદ કરતા. આ જાતિઓમાંથી ઘણા લોકો ભારતમાં વસ્યા અને તેના લોકોમાં ભારતીય તરીકે ભળી ગયા. દુનિયાના

સૌથી વધુ ધર્મો ભારતમાં ઉદ્ભવ પામ્યા છે અને ઘણા ધર્મના લોકોએ ભારતમાં આશ્રયસ્થાન લીધું છે. આજનું ભારત જાતિવાદ, ધર્મવાદ જેવા પરિબળોથી ત્રસ્ત છે પરંતુ રાજકીય એક્તા ટકાવીને પોતાની અદાથી આગળ વધતુ રહે છે.

[ફેરફાર કરો] ભાષા અને રાજ્યો

પૌરાણીક ભારતમાં એક ભાષા - સંસ્કૃત પ્રચલિત હતી. સમય જતા સંસ્કૃતમાંથી વિવિધ પ્રાકૃત ભાષાઓનો જન્મ થયો જે સન્ ૧૦૦૦ થી આજ સુધી વિકાસ પામીને સ્વતંત્ર ભાષાઓ બની છે. ભારતમાં આજે ૧૮ સંવૈધાનિક ભાષાઓ છે. ભારતની આઝાદી પછી જવાહરલાલ નહેરુના માર્ગદર્શન મુજબ ભારતમાં ભાષાકીય રાજ્યો બન્યા; જે મુજબ એક ભાષા વાળા પ્રાંતનું પોતાનુ રાજ્ય થયું. હીન્દી બોલતી પ્રજાને વિવિધ રાજ્યોમાં વહેંચવામાં આવી. આમ, અમુક રાજ્યને બાદ કરતા મુખ્યત્વે દરેક રાજ્યને પોતાની ભાષા છે. ભારતની પોતાની ભાષા હિન્દી છે. તમિળ સિવાયની દરેક ભાષાનું મૂળ સંસ્કૃત છે.

[ફેરફાર કરો] ધર્મો અને માન્યતાઓ

ધર્મની બાબતમાં ભારત પૌરાણીક કાળથી વિવિધતા ધરાવતો દેશ છે. ભારતીય વ્યાખ્યા પ્રમાણે ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ વગેરે જુદા-જુદા સંપ્રદાયો છે જે પોતાની રીતે ઇશ્વરની વ્યાખ્યા અને તેને પહોંચવાની વિધી બતાવે છે. ભારતીય તત્વજ્ઞાન મુજબ ઇશ્વર એક છે અને તેના રૂપો અનેક છે અને તેને પહોંચવાની જુદી-જુદી રીતો હોય શકે. આથી જ ભારતમાં અનેક દેવી-દેવતામાં માનવામાં આવે છે અને દરેકને પોતાનો સંપ્રદાય છે.

ભારતના મૂળ પ્રાચીન ધર્મને સનાતન ધર્મ તરીકે ઓળખવામાં આવે છે. ઇ.સ.પૂર્વે ૩૦૦માં બુદ્ધે બૌદ્ધ ધર્મની સ્થાપના કરી. આ પછી અંહીના કેરાલા રાજ્યમાં સૌપ્રથમ ખ્રિસ્તી સંત થોમસ આવેલા અને ખ્રિસ્તી ધર્મ સ્થાપિત કર્યો. મધ્ય એશિયામાં ઇસ્લામના ફેલાવા દરમિયાન અંહી ઇઝરાયેલથી હિબ્રુ જાતિના લોકો અને ઇરાનથી પારસી લોકો આવી વસેલા. દુનિયામાં મૂળ પારસી ધર્મ આજે ફક્ત ભારતમાં જ છે. ઇસ્લામ ધર્મ સન્ ૧૦૦૦ પછી મુસ્લીમ આક્રમણો બાદ ફેલાયો અને આજે પણ ભારતમાં દુનિયાના સૌથી વધુ મુસ્લીમો વસે છે. મુસ્લીમોના હિંદુ પ્રત્યેના અત્યાચારથી અને હિંદુ સમાજની સ્વરક્ષણની નબળાઇના કારણે શ્રી ગુરૂનાનકે ૧૪મી સદીમાં શીખ ધર્મની સ્થાપના કરી. ભારતની ધરતી પર જન્મેલા વિવિધ ધર્મો પૈકી શીખ ધર્મ સૌથી તત્કાલિન છે. અંગ્રજોના શાસન દરમિયાન ખ્રિસ્તી ધર્મનો ફેલાવો વ્યાપક બન્યો.

ભારતના લોકો વિવધ ધર્મના હોવા છતા તેઓ જાતિ તરીકે ભારતીય છે. પૂર્વેના હિંદુ અથવા મૂળ ભારતીય લોકોને જ બળ કે લાલચ બતાવીને તેમનું ધર્માંતરણ કરવામાં આવ્યુ છે. આથી તેઓની માન્યતા, રીત-રીવાજો, ભાષા અને અમુક હદે સંસ્કૃતિ ભારતીય જ રહી છે. ફક્ત ભારત જ નહિ પરંતુ ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા, મલેશિયા વગેરે દેશોમાં પણ ધાર્મિક પલટો આવ્યા છતા તેમની પોતાની સંસ્કૃતિ અને તેના પરનો ભારતીય પ્રભાવ અકબંધ રહ્યા છે.

[ફેરફાર કરો] સરકાર

ભારતનુ બંધારણ જાન્યુઆરી ૨૬, ૧૯૫૦ મા અમલમા આવ્યુ.

[ફેરફાર કરો] રાજ્યો

૧. આંધ્ર પ્રદેશ ૨. અરુણાચલ પ્રદેશ ૩. આસામ ૪. બિહાર ૫. છતિસગઢ ૬. ગોઆ ૭. ગુજરાત ૮. હરિયાણા ૯. હિમાચલ પ્રદેશ ૧૦. જમ્મુ અને કાશ્મીર ૧૧. ઝારખંડ ૧૨. કર્ણાટક ૧૩. કેરળ ૧૪. મધ્યપ્રદેશ ૧૫. મહારષ્ટ્ર ૧૬. મણિપુર ૧૭. મેઘાલય ૧૮. મિઝોરમ ૧૯. નાગાલેન્ડ ૨૦. ઓરિસ્સા ૨૧. પંજાબ ૨૨. રાજસ્થાન ૨૩. સિક્કિમ ૨૪. તામિલનાડુ ૨૫. ત્રિપુરા ૨૬. ઉત્તર પ્રદેશ ૨૭. પશ્ચિમ બંગાળ

[ફેરફાર કરો] કેન્દ્ર શાસિત પ્રદેશો

૧. આંદામાન અને નિકોબાર ટાપુઓ ૨. ચંડીગઢ ૩. દાદરા અને નગરહવેલી ૪. દમણ અને દીવ ૫. દિલ્હી ૬. લક્ષદીપ ટાપુઓ ૭. પોંડીચેરી

[ફેરફાર કરો] સમસ્યાઓ

ભારતની ગણના આજે (૨૦૦૭) એક વિકાસશીલ દેશ (જે પુરતો વિકસિત નથી) તરીકે થાય છે. સૌ દેશોની માફક તેની આંતરીક અને બાહ્ય સમસ્યાઓ છે જે તેના વિકાસમાં અડચણ રૂપ છે. ભારતની સમસ્યાઓ નીચે મુજબ છે:

આંતરીક સમસ્યા

બાહ્ય સમસ્યા

  • ૧. ચીન સાથેનો સીમાવિવાદ
  • ૨. પાકિસ્તાનનો આતંકવાદ
  • ૩. બાંગ્લાદેશી ઘૂસણખોરી

[ફેરફાર કરો] વિખ્યાત વ્યક્તિઓ

ભારતે વિશ્વને સમયે-સમયે મહાન વ્યક્તિઓની ભેટ આપી છે. નીચેના ભારતના વિખ્યાત વ્યક્તિઓ છે જે ભારતમાં અથવા તો વિશ્વમાં વિખ્યાત છે.

પૌરાણીક
  1. રામ
  2. કૃષ્ણ
  3. બુદ્ધ
  4. ચાણક્ય
  5. શંકરાચાર્ય
  6. કાલિદાસ
  7. આર્યભટ્ટ
  8. સ્વામિનારાયણ

ઐતિહાસિક

  1. અશોક
  2. શિવાજી
  3. અકબર

રાજકારણિય/અન્ય

  1. ભીમરાવ આંબેડકર
  2. મહાત્મા ગાંધી
  3. સ્વામી વિવેકાનંદ
  4. જવાહરલાલ નહેરુ
  5. સુભાષચંદ્ર બોઝ
  6. સરદાર પટેલ
  7. જગદીશચંદ્ર બોઝ
  8. ઇન્દીરા ગાંધી
  9. મહર્ષિ અરવિંદ






ભારત ના રાજ્યો ભારત નો રાષ્ટ્રધ્વજ
અરુણાચલ પ્રદેશ | આસામ | ઉત્તર પ્રદેશ | ઉત્તરાંચલ | ઓરિસ્સા | આંધ્ર પ્રદેશ | કર્ણાટક | કેરળ | ગોઆ | ગુજરાત | છત્તીસગઢ | જમ્મુ અને કાશ્મીર | ઝારખંડ | તમિલનાડૂ | ત્રિપુરા | દિલ્હી | નાગાલેંડ | પશ્ચિમ બંગાળ | પંજાબ | બિહાર | મણિપુર | મધ્ય પ્રદેશ | મહારાષ્ટ્ર | મિઝોરમ | મેઘાલય | રાજસ્થાન | સિક્કિમ | હરિયાણા | હિમાચલ પ્રદેશ
કેન્દ્રશાસિત પ્રદેશો: અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ | ચંડીગઢ | દમણ અને દીવ | દાદરા અને નગર હવેલી | પૉંડિચેરી | લક્ષદ્વીપ

બીજી ભાષાઓમાં


aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -