ગાંધીનગર
વિકિપીડિયા થી
ગાંધીનગર ગુજરાત રાજ્યનું પાટનગર છે. ગાંધીનગર અને ચંડીગઢ એ બન્ને ભારતના રાજ્યોની પાટનગર તરીકે ખાસ યોજના કરી બનાવાયેલા છે.ગાંધીનગર ને વિવિધ સેક્ટર માં વિભાજીત કરવામાં આવ્યું છે.તેમાં ક,ખ, ગ, ઘ, ચ, છ, જ નામના ઉભા તથા ૧,૨,૩,૪,૫,૬,૭ નામ ના આડા રસ્તા આવેલા છે.ક, ખ, ગ, ઘ, ચ, અને છ રોડ્ની દિશા ઉત્તર-દક્ષીણ છે, જ્યારે અંકો માં નિર્દિષ્ટ રસ્તાઓ ની દિશા પૂર્વ-પશ્ચિમ છે. જ રોડ કેટલાક ભાગ માં પૂર્વ-પશ્ચિમ છે અને કેટલાક ભાગમાં ઉત્તર દક્ષિણ છે.
ગાંધીનગરમા જોવાલાયક સ્થળોમા સેક્ટર ૨૮ નો બગીચો, બાલક્રિડાંગણ,અક્ષરધામ મંદિર અને સ્વામિનારાયણ ધામ (ઇન્ફોસિટી ની સામે) છે. જે ગાંધીનગરમા સૌથી વિશાળ જગ્યામાઘેરાયેલુ છે. ગાંધીનગરની નજીકમાં વિજાપુર રોડ પર મહુડી ઘંટાકરણ મહાવીર નું પ્રખ્યાત જૈન મંદિર તથા અમરનાથ ધામ (મૂળ અમરનાથની પ્રતિક્રુતિ) પણ જોવા લાયક છે.
ગાંધીનગર ગુજરાતનું સૌથી સુંદર અને સ્વચ્છ શહેર છે.
[ફેરફાર કરો] જોવાલાયક સ્થળો
- સેક્ટર ૨૮ નો બગીચો
- અક્ષરધામ
- સ્વામિનારાયણ ધામ
- વિધાનસભા
- ઇન્ફોસિટી
- સચિવાલય
[ફેરફાર કરો] ગામ
ગુજરાતનાં જીલ્લાઓ |
---|
અમદાવાદ | અમરેલી | આણંદ | કચ્છ | ખેડા | ગાંધીનગર | જામનગર | જૂનાગઢ | ડાંગ | તાપી | દાહોદ | નર્મદા | નવસારી | પાટણ | પોરબંદર | પંચમહાલ | બનાસકાંઠા | ભરૂચ | ભાવનગર | મહેસાણા | રાજકોટ | વડોદરા | વલસાડ | સાબરકાંઠા | સુરત | સુરેન્દ્રનગર |