મહુવા
વિકિપીડિયા થી
મહુવા ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનું મુખ્યમથક છે. મહુવા સૌરાષ્ટ્રનું કાશ્મિર કહેવાય છે. મહુવામાં માલણ નદી વહે છે, મહુવા દરિયા કાંઠે વસેલું શહેર છે. મહુવામાં આવેલ ભવાની માતાનું મંદિર પ્રખ્યાત છે. ઉપરાંત મહુવા તાલુકામાં આવેલુ બગદાણા ગામ બજરંગદાસ બાપુ જેવા સંતના આગમનથી એક મોટુ યાત્રા સ્થળ બન્યુ છે. બગદાણામાં આવેલા ગુરુ આશ્રમમાં રોજે હજારો લોકો જમે છે અને બજરંગદાસ બાપુની ચાંદીની મુર્તિની જ્યારે પ્રાણપ્રતિષ્ઠા હતી ત્યારે આશરે ૩૫ લાખ લોકો આવેલા.