>


Web - Amazon

We provide Linux to the World


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
મહાભારત - વિકિપીડિયા

મહાભારત

વિકિપીડિયા થી

સ્વયં વ્યાસજી આ ગ્રન્થ માટૅ ઍમ લખે છે કે, યદિહાસ્તિ તદન્યક્ષત્ર યન્નેહાસ્તિ ન તત્ ક્વચિત્ એટલે કે,જે આ ગ્રન્થમા મહાભારત છે તે જ બીજા ગ્રન્થોમા છે,જે આ મહાભારતમા નથી તે બીજા કોઇ ગ્રન્થોમા નથી અર્થાત્ આ હિન્દુ ધર્મનો ઍક ગ્રન્થ જ નથી પણ્ ઍક શબ્દકોષ છે. જો કોઇ આ ગ્રન્થ વાંચી જાય તો તેને હિન્દુ ધર્મનુ પુર્ણ જ્ઞાન થઇ જાય છે.

મહાભારત એ મુનિ વેદવ્યાસે લખેલું મહાકાવ્ય છે. મહાભારત ભારતીય સંસ્કૃતિની સૌથી પ્રસિદ્ધ કથા છે. આ કથાના કેન્દ્રમાં કુરુવંશના બે ભાઇઓના પુત્રો પાંચ પાંડવો અને સો કૌરવો વચ્ચેની શત્રુતાની વાત છે. જે આગળજતાં એક અત્યંત મોટા યુદ્ધમાં પરિણમે છે. યુદ્ધમાં વિષ્ણુનો આઠમો અવતાર કૃષ્ણ, પાંડવ અર્જુનના સારથીની ભૂમિકા ભજવે છે, જે દરમ્યાન તે અર્જુનને ઉપદેશ આપે છે. આ ઉપદેશ મહાભારતના એક ખંડમાં રહેલો છે, જેને ભગવદ્ ગીતા(ભગવાને ગાયેલું ગીત) કહે છે.


મહાભારત એ સંસ્કૃતમાં મહર્ષિ વેદવ્યાસ દ્વારા રચાયેલું મહાકાવ્ય છે, જેની ગણના સ્મૃતિ ગ્રંથોમાં કરવામાં આવે છે. હિન્દુ ધર્મના બે મહાન ગ્રંથોમાં રામાયણ અને મહાભારતનો સમાવેશ થાય છે. તેનું મૂળ નામ 'જય' ગ્રંથ હતુ અને પછી તે 'ભારત' અને ત્યાર બાદ મહાભારત તરીકે ઓળખાયુ. આ કાવ્યગ્રંથ ભારતનો અનુપમ ધાર્મિક, પૌરાણિક, ઐતિહાસિક અને દાર્શનિક ગ્રંથ છે. તે વિશ્વનો સૌથી મોટો (૧૦૦,૦૦૦ શ્લોકો) સાહિત્યિક ગ્રંથ છે. સાહિત્યની સૌથી અનુપમ કૃતિઓમાં તેની ગણના થાય છે. આજે પણ તે પ્રત્યેક ભારતીયના માટે એક માર્ગદર્શક કે અનુકરણીય ગ્રંથ છે. આ કૃતિ હિન્દુઓં ના ઇતિહાસની એક ગાથા છે. મહાભારતમાં એક લાખ શ્લોક છે જે ગ્રીક મહાકાવ્યો - ઇલિયડ અને ઓડિસી થી સાત ગણુ વધારે છે. મહાભારતમાંજ વિશ્વને માર્ગદર્શક એવી ભગવદ્ગીતા સમાયેલી છે.

અનુક્રમ

[ફેરફાર કરો] પરિચય

મહાભારત ફક્ત ભારતીય મૂલ્યોંનું સંકલન જ નથી પરંતુ તે હિન્દૂ ધર્મ અને વૈદિક પરંપરા નો સાર છે. મહાભારતની વિશાળતા નો અંદાજ તેના પ્રથમ પર્વમાં ઉલ્લેખાયેલ એક શ્લોક થી આવી શકે છે - : "જે (વાત) અહીં (મહાભારત માં) છે તે તમને સંસાર માં કોઇ ને કોઇ જગ્યાએ અવશ્ય મળી જશે, જે અહીં નથી તે વાત સંસારમાં બીજે ક્યાંય જોવા નહી મળે."

મહાભારત ફક્ત રાજા-રાણી, રાજકુમાર-રાજકુમારી, મુનિઓ અને સાધુઓં ની વાર્તાથી વધીને અનેક ગણુ વ્યાપક અને વિશાળ છે, તેના લેખક વેદવ્યાસ નું કહેવુ છે કે મહાભારત ધર્મ, અર્થ, કામ, અને મોક્ષ ની કથા છે. કથાની સાર્થકતા મોક્ષ મેળવવાથી થાય છે જે સનાતન ધર્મ પ્રમાણે માનવ જીવનનું પરમ લક્ષ્ય માનવામાં આવ્યુ છે.

[ફેરફાર કરો] પૄષ્ઠભૂમિ અને ઇતિહાસ

કહેવાય છે કે આ મહાકાવ્ય, મહર્ષિ વેદવ્યાસ દ્વારા વર્ણવાયુ અને શ્રી ગણેશ દ્વારા લખવામાં આવેલું છે. પ્રચલિત કથા મુજબ ગણેશે લખતા પહેલા એવી શરત કરી કે તે લખશે પણ વચ્ચે વિશ્રામ નહિ લે. જો વેદવ્યાસ વચ્ચે અટકી જશે તો ગણેશ આગળ લખવાનું બંધ કરી દેશે. તેથી વેદ વ્યાસે સામે એવી શરત રાખી કે ગણેશ જે કંઇ લખે તે સમજીને લખે, સમજ્યા વગર કશું જ લખવું નહી. આથી સમય મેળવવા વેદવ્યાસે વચ્ચે વચ્ચે ગૂઢ અર્થ વાળા શ્લોક મુક્યા છે. આ શ્લોક સમજતા ગણેશને સમય લાગે ત્યાં સુધીમાં તેઓ આગળના શ્લોક વિચારી લેતા.

આ મહાકાવ્યની શરુઆત એક નાની રચના 'જયગ્રંથ' થી થઇ. જો કે તેની કોઇ નિશ્ચિત તિથી ખબર નથી, પરંતુ વૈદિક યુગમાં લગભગ ૧૪૦૦ ઇસવીસન પૂર્વનાં સમયમાં માનવામાં આવે છે. વિદ્વાનોએ તેની તિથી નક્કી કરવા માટે તેમાં વર્ણવેલા સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ વિષે અભ્યાસ કર્યો અને તેને આશરે ઇ.સ.પૂર્વે ૩૦૬૭ ની આસપાસ માનવામાં આવે છે, પરંતુ મતભેદો હજુ ચાલે છે.

આ કાવ્યમાં બૌદ્ધ ધર્મનુ વર્ણન નથી, પણ જૈન ધર્મનું વર્ણન છે, આથી આ કાવ્ય ગૌતમ બુદ્ધ ના સમય પહેલા ચોક્કસ પુરુ થઇ ગયું હતુ.[૧]

શલ્ય જે મહાભારતમાં કૌરવોં તરફ થી લડતો હતો તેને રામાયણ ના લવ અને કુશ પછીની ૫૦મી પેઢી ગણવામાં આવે છે. આ મુજબ કોઇ વિદ્વાનો મહાભારત નો સમય રામાયણ પછી ૧૦૦૦ વર્ષ પછીનો માને છે. સમય ગમે તે હોય પરંતુ આ જ મહાકાવ્યો પર પર વૈદિક ધર્મનો આધાર ટક્યો છે જે પાછળથી હિન્દૂ ધર્મનો આધુનિક આધાર બન્યો છે.

આર્યભટ્ટ ની મુજબ મહાભારત યુદ્ધ ૩૧૩૭ ઈ.સ.પૂર્વે માં થયુ. કલિયુગની શરૂઆત આ યુદ્ધના ૩૫ વર્ષ પછી કૃષ્ણના મૃત્યુ પછી થઇ.

મોટાભાગના પૌરાણીક ગ્રંથોની જેમ આ મહાકાવ્ય પણ પહેલાની વાચિક પરંપરા દ્વારા આપણા સુધી પેઢી દર પેઢી પહોંચ્યું. પછી પ્રિન્ટીંગ પ્રેસ (છપાઇ) ના વિકાસ થયા પહેલા તેના ઘણા ભૌગોલિક સંસ્કરણ થઇ ગયા હતા જેમાં એવી ઘણી ઘટનાનો ઉલ્લેખ છે જે મૂળ ગ્રંથમાં નથી મળતા અથવા તો જુદા રૂપમાં જોવા મળે છે.

[ફેરફાર કરો] મહાભારત: અનુપમ કાવ્ય

મહાભારતની મુખ્ય કથા હસ્તિનાપુર ના રાજ્ય માટે બે વંશજોં - કૌરવ અને પાણ્ડવ વચ્ચેના યુદ્ધની છે. હસ્તિનાપુર અને તેની આજુબાજુ નો વિસ્તાર આજ ના ગંગાથી ઉત્તર-યમુના ની આસ-પાસ નો દોઆબ ના વિસ્તારને માનવામાં આવે છે, જ્યાં આજનું દિલ્લી પણ વિસ્તરેલું છે. મહાભારતનું યુદ્ધ આજ ના હરિયાણા માં આવેલા કુરુક્ષેત્ર ની આસપાસ થયું હશે જેમાં પાંડવો નો વિજય થયો હતો. મહાભારત ગ્રંથની સમાપ્તિ ભગવાન શ્રી કૃષ્ણ ના મૃત્યુ પથી યદુ-વંશ ના નાશ અને પાંડવો ના સ્વર્ગ ગમન સાથે થાય છે. મહાભારતના અંત પછીથી કલિયુગ નો આરંભ માનવામાં આવે છે.

[ફેરફાર કરો] કથા

[ફેરફાર કરો] સંક્ષિપ્ત કથા

ભારત દેશ ના સ્થાપક ભરત ના વંશ માં શાંતનુ હસ્તિનાપુર માં રાજય કરતો હોય છે અને તેને ગંગા થી આઠ પુત્રો થાય છે. લગ્ન પૂર્વેની શરત મુજબ ગંગા તેના સાત પુત્રોને નદીમાં પધરાવી દે છે પરંતુ આઠમા પુત્રને વહાવતા શાંતનુ તેને રોકી લે છે અને તેને દેવવ્રત નામ આપી મોટો કરે છે અને દેવવ્રત યુવરાજ થાય છે.

ત્યારબાદ શાંતનુ માછીમારની કન્યા સત્યવતી ને પરણે છે ત્યારે સત્યવતીના પિતા તેમની પાસે થી વચન લે છે કે સત્યવતીનો પુત્ર ભવિષ્યમાં હસ્તિનાપુર નો રાજા થા એટલું જ નહિ પરંતુ તેનો જ વંશ રાજગાદી પર રહે અને તત્કાલિન યુવરાજ દેવવ્રત ના વંશને રાજગાદી મળે નહી. પિતાની ખુશી માટે દેવવ્રત યુવરાજ પદ નો ત્યાગ કરે છે અને પોતાનો વંશ ભવિષ્ય માં રાજ્યનો હિસ્સો માંગે નહી આથી આજીવન લગ્ન ન કરવા માટે પ્રતિજ્ઞા લે છે. આવી ભીષ્મ (ભીષણ) પ્રતિજ્ઞા તેમણે લીધી હોવાથી તેમનું નામ ભીષ્મ પડે છે.

સત્યવતીના પુત્રો ચિત્રવિર્ય અને વિચિત્રવિર્યના લગ્ન માટે ભીષ્મ ત્રણ રાજકન્યા ઓ અંબા, અંબિકા અને અંબાલિકા નું અપહરણ કરે છે અને અંબા અને અંબાલિકાના લગ્ન ચિત્રવિર્ય અને વિચિત્રવિર્ય સાથે થાય છે જ્યારે અંબાલિકા ભીષ્મને પોતાની સાથે પરણવા પ્રસ્તાવ કરે છે પરંતુ પ્રતિજ્ઞા થી બંધાયે ભીષ્મ તેની સાથે લગ્ન કરી શક્તા નથી.

ચિત્રવિર્ય અને વિચિત્રવિર્ય પુત્ર પામ્યા વગર જ રોગથી અકાળે મરણ પામે છે; ત્યારે સત્યવતી (માતા) વંશ માટે ફરીથી ભીષ્મને લગ્ન માટે સુચવે છે જે ભીષ્મ ઠુકરાવી દે છે.

સત્યવતી અને પરાશર મુનિના ઔરસ પુત્ર વેદવ્યાસ અંબા, અંબિકા અને એક દાસીને કૃત્રિમ રીતે ગર્ભવતી બનાવે છે જેમાં અંબાનો પુત્ર ધૃતરાષ્ટ્ર અંધ પેદા થાય છે; અંબિકાનો પુત્ર પાંડુ રોગી જન્મે છે અને દાસીનો પુત્ર વિદુર તંદુરસ્ત જન્મે છે. ધૃતરાષ્ટ્ર અંધ હોવાથી ગાદીવારસ તરીકે જયેષ્ઠ હોવા છતા અયોગ્ય ઠરે છે અને પાંડુ હસ્તિનાપુર નો રાજા બને છે.

પાંડુને બે પત્ની છે - કુંતી અને માદ્રી. ધૃતરાષ્ટ્રના લગ્ન ગાંધાર (અફઘાનિસ્તાન) ના રાજાની પુ્ત્રી ગાંધારી સાથે થયા હોય છે. તેનો ભાઇ શકુની મહાભારતના સમયકાળ દરમિયાન ગાંધારી સાથે હસ્તિનાપુરમાં જ રહેતો હોય છે.

કુંતી દુર્વાસા મુનિના વરદાનથી કોઇ પણ દેવનો પુત્ર પ્રાપ્ત કરી શકે છે, અને લગ્ન પહેલા સૂર્યનો ઔરસ પુત્ર કર્ણ તેને જન્મે છે જેનો તેણે નદીમાં વહાવી ત્યાગ કર્યો હતો.

પાંડુ પોતાના અંતકાળ દરમિયાન વનમાં સન્યાસી જીવન જીવવા જાય છે. તે દરમિયાન કુંતી પોતાના વરદાન વડે યમ, ઇન્દ્ર અને વાયુ દેવથી અનુક્રમે યુધિષ્ઠિર, અર્જુન અને ભીમ પુત્રોને જન્મ આપે છે. જ્યારે કુંતીના વરદાનની મદદથી માદ્રી અશ્વિની કુમારો દ્વારા નકુલ અને સહદેવને જન્મ આપે છે. પુ્ત્રોના થોડા મોટા થયા બાદ પાંડુ મૃત્યું પામે છે અને માદ્રી તેની પાછળ સતી થાય છે.

હસ્તિનાપુરમાં ત્યારે ધૃતરાષ્ટ્ર કારભાર સંભાળતો હતો અને તેને ગાંધારીથી દુર્યોધન, દુ:શાસન આદિ ૧૦૦ પુત્રો થાય છે.


મહાભારત કી કથા મેં એક સાથ બહુત સી કથાએઁ ગુંફિત હૈં, જિનમેં સે કુછ પ્રમુખ કથાયેં નિમ્નલિખિત હૈં:-

  • સબસે પ્રમુખ કહાની કર્ણ કી કહાની હૈ. કર્ણ એક મહાન યોદ્ધા થે કિન્તુ અપને ગુરુ સે અપની પહચાન છુપાને કે કારણ ઉનકી શક્તિ ગૌણ હો ગયી થી.
  • ભીષ્મ કી કહાની જિસને અપના રાજપાટ અપને પિતા કી વજહ સે ત્યાગ દિયા થા, ક્યોંકિ ઉસકે પિતા ને એક મછુઆરે કી કન્યા સે વિવાહ કિયા થા. ભીષ્મ ને આજીવન બ્રહ્મચર્ય કી પ્રતિજ્ઞા લી થી ઔર ઉન્હેં અપને પિતા શાન્તનુ સે ઇચ્છા મૃત્યુ કા વરદાન પ્રાપ્ત હુઆ થા.
  • ભીમ કી કહાની, જો પાઁચ પાઁડવોં મે સે એક થે ઔર અપને બલ ઔર સ્વામિભક્તિ કે કારણ જાને જાતે થે.
  • યુધિષ્ઠિર કી કહાની: યુધિષ્ઠિર જો પાંચોં પાંડવોં મે સબસે બડ઼ે થે ઉન્હેં ધર્મરાજ કે નામ સે જાના જાતા હૈ. કહા જાતા હૈ કિ ઉન્હોંને કભી જીવન મેં ઝૂઠ કા સહારા નહીં લિયા. ઔર મહાભારત કે મધ્ય કૈસે કેવલ એક ઝૂઠ કે કારણ કૈસા પરિણામ ભુગતના પડ઼ા થા.

[ફેરફાર કરો] સંરચના

  1. આદિપર્વ - પરિચય, રાજકુમારોનો જન્મ અને લાલન-પાલન
  2. સભાપર્વ - મય દાનવ દ્વારા ઇંદ્રપ્રસ્થમાં ભવનનું નિર્માણ. દરબાર ની ઝલક, દ્યૂત ક્રીડા અને પાંડવોનો વનવાસ
  3. અરયણ્કપર્વ (અરણ્યપર્વ) - વનમાં ૧૨ વર્ષનું જીવન
  4. વિરાટપર્વ - રાજા વિરાટનાં રાજ્યમાં પાંડવોનો અજ્ઞાતવાસ
  5. ઉદ્યોગપર્વ- યુદ્ધ ની તૈયારી
  6. ભીષ્મપર્વ - મહાભારત યુદ્ધનો પહેલો ભાગ, ભીષ્મ કૌરવોનાં સેનાપતિ (આ પર્વ માં ભગવદ્ગીતા આવે છે)
  7. દ્રોણપર્વ - યુદ્ધમાં કૌરવોનાં સેનાપતિ દ્રોણ
  8. કર્ણપર્વ - યુદ્ધમાં કૌરવોનાં સેનાપતિ કર્ણ
  9. શલ્યપર્વ - યુદ્ધનો અંતિમ ભાગ, શલ્ય સેનાપતિ
  10. સૌપ્તિકપર્વ - અશ્વત્થામા અને બચેલા કૌરવો દ્વારા રાતે સુતેલી પાંડવ સેનાનો વધ
  11. સ્ત્રીપર્વ - ગાંધારી અને અન્ય સ્ત્રિઓ દ્વારા મૃત લોકો માટે શોક
  12. શાંતિપર્વ - યુધિષ્ઠિર નો રાજ્યાભિષેક અને ભીષ્મની દિશા-નિર્દેશ
  13. અનુશાસનપર્વ - ભીષ્મનો અંતિમ ઉપદેશ
  14. અશ્વમેધિકાપર્વ - યુધિષ્ઠિર દ્વારા અશ્વમેધ યજ્ઞનું આયોજન
  15. આશ્રમ્વાસિકાપર્વ - ધૃતરાષ્ટ્ર, ગાન્ધારી અને કુન્તીનું વનમાં વાનપ્રસ્થાશ્રમ માટે પ્રસ્થાન
  16. મૌસુલપર્વ - યાદવોની પરસ્પર લડાઈ
  17. મહાપ્રસ્થાનિકપર્વ - યુધિષ્ઠિર અને તેના ભાઇઓ ની સદ્‍ગતિ નો પ્રથમ ભાગ
  18. સ્વર્ગારોહણપર્વ - પાંડવોં ની સ્વર્ગ યાત્રા

આ સિવાય ૧૬૩૭૫ શ્લોકોનો એક ઉપસંહાર પણ પાછળથી મહાભારતમાં જોડવામાં આવ્યો હતો જેને હરિવંશપર્વ કહેવામાં આવે છે. આ પર્વમાં ખાસ કરીને ભગવાન શ્રી કૃષ્ણ અને તેમની લીલાઓનું વર્ણન છે.

મહાભારત ના ઘણા ભાગ છે જે પોતપોતાની રીતે એક અલગ ગ્રંથ તરીકે નો દરજ્જો રાખે છે અને પ્રખ્યાત છે. મુખ્ય મહાભારતથી આ ગ્રંથોને અલગ જ મહત્વ આપવામાં આવે છે:-

  1. ભગવદ ગીતા : શ્રી કૃષ્ણ દ્વારા ભીષ્મપર્વમાં અર્જુનને આપવામાં આવેલ ઉપદેશ
  2. નલ દમયન્તી : અરણ્યકપર્વ માં એક પ્રેમકથા
  3. કૃષ્ણવાર્તા : ભગવાન શ્રી કૃષ્ણની કથા
  4. રામાયણ : અરણ્યકપર્વમાં રામની કથા એક સંક્ષિપ્ત રૂપમાં
  5. ૠષ્ય ૠંગ : એક ૠષિ ની પ્રેમકથા
  6. વિષ્ણુસહસ્ત્રનામ : વિષ્ણુનાં ૧૦૦૦ નામોનો મહિમા, શાંતિપર્વ માં

[ફેરફાર કરો] આધુનિક મહાભારત

કહેવાય છે કે મહાભારતમાં વેદો અને અન્ય હિન્દુ ગ્રંથોનો સાર નિહિત છે. અને સત્ય એ પણ છે કે આ ગ્રંથમાં એક બીજાથી જોડાયેલ ઘણી વાતો, દેવી દેવતાઓના જન્મની વાતો, પૌરાણિક અને બ્રમ્હાંડીય ઘટનાઓ, દાર્શનિક રસ સમેત જીવનમાં દરેક રીતે સમાહિત છે. આ વાતો સામાન્ય રીતે બાળકોને શિખવવામાં આવે છે, અને ઘર તેમ જ અન્ય ધાર્મિક અનુષ્ઠાનોમાં સામેલ કરવામાં આવે છે. મહાભારત કહે છે કે જેમણે આ નહીં વાંચ્યું હોય, એની આધ્યાત્મિક અને યોગિક ખોજ અધૂરી જ રહે છે.

૧૯૮૦ની આસપાસ મહાભારત ભારતમાં ટેલિવિઝનના પડદા પર પહેલી વાર દૂરદર્શનના માધ્યમ દ્વારા ઘર-ઘરમાં આવ્યું અને અભૂતપૂર્વ રુપથી લોકપ્રિય થયું. ૧૯૮૯ મેં પીટર બ્રુક દ્વારા પહેલી વાર આ ફિલ્મ અંગ્રેજીમાં બની.

[ફેરફાર કરો] મહાભારત ના પાત્રો


અભિમન્યુ : અર્જુનનૉ વીર પુત્ર કે જે કુરુક્ષેત્રનાં યુધ્ધમાં વીરગતી પામ્યો
અમ્બા : અંબિકા અને અંબાલિકાની બહેન જેણે પોતાનાં અપહરણનાં વિરોધમાં આત્મહત્યા કરી હતી અને બીજા જન્મમાં શિખંડી તરિકે જન્મી હતી
અંબિકા : વિચિત્રવીર્યની પત્ની, અમ્બા અને અંબાલિકાની બહેન
અંબાલિકા: વિચિત્રવીર્યની પત્ની, અમ્બા અને અંબિકાની બહેન
અર્જુન : દેવરાજ ઇન્દ્ર દ્વારા કુંતિ અને પાડુનો પુત્ર, એક અદ્વિતિય ધનુર્ધર, કૃષ્ણનો પરમ મિત્ર જેને ભગવાન કૃષ્ણએ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ઉપેશ આપ્યો હતો
બભ્રુવાહન : અર્જુન અને ચિત્રાંગ્દાનો પુત્ર
બકાસુર : એક અસુર જેને મારીને ભીમે અક ગામના લોકોનું સક્ષણ કર્યું હતું
ભીષ્મ : મુળનામ દેવવ્રત, શાન્તનુ અને ગંગાના પુત્ર, પોતાનાં પિતાનાં થતાં પૂનર્લગ્ન ન અટકે તે આશયથી તેમણે આજીવન બ્રહ્મચારી રહેવાની (ભિષણ/ભીષ્મ) પ્રતિજ્ઞા લીધી ત્યારથી તેઓ ભિષ્મનાં નામે ઓળખાયા
દ્રૌપદી : દ્રુપદની પુત્રી જે અગ્નિમાંથી પ્રગટ થઇ હતી. દ્રૌપદી પાંચે પાંડવૂની અર્ધાંગિની હતી જે ભગવાન કૃષ્ણની સખી હતી માટે તેનું એક નામ કૃષ્ણા પણ છે
દ્રોણ : હસ્તિનાપુરનાં રાજકુમારોને શસ્ત્ર વિદ્યા શિખવનારા બ્રાહ્મણ ગુરુ. અશ્વ્થામાનાં પિતા
દ્રુપદ : પાંચાલનાં રાજા અને દ્રૌપદી તથા ધૃષ્ટદ્યુમ્નનાં પિતા. દ્રુપદ અને દ્રોણ બાળપણમાં મિત્રો હતાં
દુર્યોધન : કૌરવોમાં સૌથી મોટો, હસ્તિનાપુરની ગાદીનો દાવો કરનાર, ધ્રુતરાષ્ટ્ર અને ગાંધારીનાં ૧૦૦ પુત્રોમાં સૌથી મોટો
દુઃશાસન : દુર્યોધન થી નાનો છોટા ભાઈ જે હસ્તિનાપુરની રાજ સભામાં દ્રૌપદી ને વાળથી પકડીને લાવ્યો હતો
એકલવ્ય : ક્ષુદ્ર કુળમાં જન્મેલો દ્રોણનો એક મહાન શિષ્ય જેની પાસેથી ગુરૂ દ્રોણે ગુરુદક્ષિણા રૂપે જમણો અંગૂઠો માંગી લીધો હતો
ગાંડીવ : અર્જુનનું ધનુષ્ય
ગાંધારી : ગંધાર રાજની અને ધ્રુતરાષ્ટ્રની પત્ની
જયદ્રથ : સિન્ધુનો રાજા અને ધ્રતરાષ્ટ્રનો જમાઇ, કુરુક્ષેત્ર યુદ્ધમાં અર્જુને જેનો શિરોચ્છેદ કર્યો હતો
કર્ણ : સૂર્યદેવનાં અહ્વાહનથી કુંતિએ કૌમાર્ય દરમ્યાન પ્રાપ્ત કરેલો પુત્ર, જે કવચ અને કુંડળ સાથે જન્મ્યો હતો, દાનવિર કઋણ તરિકે પ્રખ્યાત, જેનો ઉછેર રાધા નામની દાસીએ કર્યો હોવાથી રાધેયનાં નામે પણ ઓળખાયો
કૃપાચાર્ય : હસ્તિનાપુરનાં બ્રાહ્મણ ગુરુ જેમની બહેન 'કૃપિ'નાં લગ્ન દ્રોણ સાથે થયા હતાં
કૃષ્ણ : પરમેશ્વર પોતે જે દેવકીનાં આઠમા સંતાન રૂપે અવતર્યા અને દુષ્ટ મામા કંસનો વધ કર્યો
કુરુક્ષેત્ર : જ્યાં મહાભારતનું મહાન યુદ્ધ થયું હતું તે ભુમિ જે આજે ભારતમાં 'અમ્બાલા' નામે શહેર છે
પાંડવ : પાંડુ તથા કુંતિ અને માદ્રીનાં પુત્રો: યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ
પરશુરામ : અર્થાત્ પરશુ(ફરસ) વાળ રામ. જે દ્રોણ, ભીષ્મ અને કર્ણ જેવા મહારથિયોનાં ગુરુ હતાં, વિષ્ણુનાં એક અવતાર જેણે પૃથ્વિને ક્ષત્રિય વિહોણી કરી હતી
શલ્ય : નકુલ અને સહદેવની માતા માદ્રીનાં પિતા
ઉત્તરા : રાજા વિરાટની પુત્રી અને અર્જુનનાં પુત્ર અભિમન્યુની પત્ની
મહર્ષિ વ્યાસ : મહાભારતનાં રચયિતા, પરાષર અને સત્યવતીનાં પુત્ર. તેમને કૃષ્ણ દ્વૈપાયનનાં નામે પણ ઓળખવામાં આવે છે કેમકે કૃષ્ણવર્ણનાં હતાં અને તેમનો જન્મ એક દ્વીપ ઉપર થયો હતો(????)
ધૃતરાષ્ટ્ર: કૌરવોનાં પીતા તથા મહાભારત સમયે હસ્તીનાપુરનાં રાજા
કુંતિ/પૃથા: પાંડવોની માતા

[ફેરફાર કરો] ભારતની બહાર મહાભારત

ઇંડોનેશિયા અને અન્ય દેશોમાં પણ મહાભારત નુ સ્થાનિક સંસ્કરણ છે. ઇંડોનેશિયામાં આ કાવી ભાષામાં છે.

બેન્છો .

[ફેરફાર કરો] સંદર્ભ અને ટીકા

  1. પુસ્તક સંદર્ભ: પાંડે, સુષમિતા (૨૦૦૧). ed:ગોવિન્દ ચન્દ્ર પાંડે: "Religious Movements in the Mahabharata” (પુસ્તકઃCentre of Studies in Civilizations), નવી દિલ્હી. આઇએસબીએન ૮૧-૮૭૫૮૬-૦૭-૦.

[ફેરફાર કરો] બાહ્ય કડિઓ

કિસરી મોહન ગાંગુલીએ અનુવાદ કરેલું મહાભારત (સૌ પ્રથમ અગ્રેજી અનુવાદ, જે આજે પણ સંદર્ભ સાહિત્ય તરિકે ગણતરીમાં લેવાય છે)

મહાભારત વિષયક અન્ય લેખો

ચિત્રપટ

  • The Mahabharata ૧૯૮૯, પિટર બ્રુક દ્વારા દિગ્દર્શિત ચિત્રપટ
  • Kalyug ૧૯૮૦, શ્યામ બેનેગલ દ્વારા દિગ્દર્શિત ચિત્રપટ જેમાં આધુનિક સમયમાં એક ધબકતા ઉધ્યોગનાં બે વારસદાર કુટુંબો વચ્ચેનો સંઘર્ષ મહાભારતનાં સંદર્ભમાં કટાક્ષમય રિતે રજુ કરવામાં આવ્યો છે.

[ફેરફાર કરો] આ પણ જુઓ:


< Static Wikipedia 2008 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -

Static Wikipedia 2006 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu

span style="font-weight: bold;">Our
"Network":



Project Gutenberg

href="https://gutenberg.classicistranieri.com">https://gutenberg.classicistranieri.com



Encyclopaedia Britannica 1911

href="https://encyclopaediabritannica.classicistranieri.com">https://encyclopaediabritannica.classicistranieri.com



Librivox Audiobooks

href="https://librivox.classicistranieri.com">https://librivox.classicistranieri.com



Linux Distributions

https://old.classicistranieri.com



Magnatune (MP3 Music)

href="https://magnatune.classicistranieri.com">https://magnatune.classicistranieri.com



Static Wikipedia (June 2008)

href="https://wikipedia.classicistranieri.com">https://wikipedia.classicistranieri.com



Static Wikipedia (March 2008)

href="https://wikipedia2007.classicistranieri.com/mar2008/">https://wikipedia2007.classicistranieri.com/mar2008/



Static Wikipedia (2007)

href="https://wikipedia2007.classicistranieri.com">https://wikipedia2007.classicistranieri.com



Static Wikipedia (2006)

href="https://wikipedia2006.classicistranieri.com">https://wikipedia2006.classicistranieri.com



Liber Liber

href="https://liberliber.classicistranieri.com">https://liberliber.classicistranieri.com



ZIM Files for Kiwix

https://zim.classicistranieri.com





Other Websites:



Bach - Goldberg Variations

https://www.goldbergvariations.org



Lazarillo de Tormes

https://www.lazarillodetormes.org



Madame Bovary

https://www.madamebovary.org



Il Fu Mattia Pascal

https://www.mattiapascal.it



The Voice in the Desert

https://www.thevoiceinthedesert.org



Confessione d'un amore fascista

https://www.amorefascista.it



Malinverno

https://www.malinverno.org



Debito formativo

https://www.debitoformativo.it



Adina Spire

https://www.adinaspire.com




atOptions = { 'key' : 'e601ada261982ce717a58b61cd5b0eaa', 'format' : 'iframe', 'height' : 60, 'width' : 468, 'params' : {} };

Our "Network":

Project Gutenberg
https://gutenberg.classicistranieri.com

Encyclopaedia Britannica 1911
https://encyclopaediabritannica.classicistranieri.com

Librivox Audiobooks
https://librivox.classicistranieri.com

Linux Distributions
https://old.classicistranieri.com

Magnatune (MP3 Music)
https://magnatune.classicistranieri.com

Static Wikipedia (June 2008)
https://wikipedia.classicistranieri.com

Static Wikipedia (March 2008)
https://wikipedia2007.classicistranieri.com/mar2008/

Static Wikipedia (2007)
https://wikipedia2007.classicistranieri.com

Static Wikipedia (2006)
https://wikipedia2006.classicistranieri.com

Liber Liber
https://liberliber.classicistranieri.com

ZIM Files for Kiwix
https://zim.classicistranieri.com


Other Websites:

Bach - Goldberg Variations
https://www.goldbergvariations.org

Lazarillo de Tormes
https://www.lazarillodetormes.org

Madame Bovary
https://www.madamebovary.org

Il Fu Mattia Pascal
https://www.mattiapascal.it

The Voice in the Desert
https://www.thevoiceinthedesert.org

Confessione d'un amore fascista
https://www.amorefascista.it

Malinverno
https://www.malinverno.org

Debito formativo
https://www.debitoformativo.it

Adina Spire
https://www.adinaspire.com