તાંબુ
વિકિપીડિયા થી
તાંબુ એ એક ધાતુ તત્વ છે. તેનો ક્રમાંક ૨૯ અને ચિહ્ન Cu (લૅટિન: cuprum - ક્યુપ્રમ્). પ્રાચીન કાળ થી જાણીતી ધાતુ તાંબા તથા તાંબાનો ઉપયોગ કરી બનાવેલી મિશ્રધાતુઓ નો વિવિધ જગ્યાઓ એ ઉપયોગ થાય છે, જેમકે વાસણ, ઓજાર, બાંધકામ માં, વગેરે. આજના જમાના માં વિદ્યુતના સુવાહક તરીકે સોના-ચાંદીની સરખામણીમાં સસ્તી ધાતુ તરીકે તાંબા નો ભારે ઉપયોગ થયો છે. તાંબુ અને જસત મળીને પીતળ બને છે.