કચ્છી
વિકિપીડિયા થી
કચ્છ પ્રદેશના વતનીઓ જે ભાષા બોલે છે એ કચ્છી કહેવાય છે. કચ્છી ભાષા સિન્ધી કે પંજાબી જેવી હોય છે. કચ્છનો સબંધ ગુજરાત સાથે હોવાથી પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમથી શિક્ષણ આપવામાં આવે છે કારણ કે કચ્છીની પોતાની લીપિ નથી. આ કચ્છી ભાષા કચ્છ સિવાય મુંબઈ અને અન્ય ઘણી જગ્યાએ બોલાય છે. અબડાસા, માંડવી અને ભુજના લોકો બોલે છે એનાં કરતા ભચાઉ અને રાપરના લોકો જરાક અલગ રીતે બોલે છે કારણ કે ભચાઉ અને રાપરના લોકોની બોલીમાં ગુજરાતી છાંટ વધુ દેખાય છે.
કેમ છો ? માટે કચ્છીમાં 'કીં અયો' બોલાય છે.
બહેન ને કચ્છીઓ ભેણ કહે છે.
લાગે છે સંસ્કૃત, પ્રાકૃત પછી હિન્દી,મરાઠી કે ગુજરાતીની જેમ ફેરફાર ન થયો એટલે લીપિ થઇ નહીં.