આહવા
વિકિપીડિયા થી
આહવા ગુજરાત રાજ્યના ડુંગરાળ તેમજ ગીચ વનરાજીથી અત્યંત રમણીય લાગતા ડાંગ જીલ્લાનું મુખ્યમથક છે.ડાંગ જિલ્લામાં ૧૦૦% આદિવાસીઓ વસવાટ કરે છે. ગુજરાતનું એકમાત્ર હવાખાવાના સ્થળ તરીકે જાણીતું ગિરિનગર સાપુતારા ડાંગ જિલ્લામાં આવેલું છે. આહવા અહીંનો એકમાત્ર તાલુકો છે. આહવાથી મોટરમાર્ગે નવાપુર, બાબુલઘાટ, સોનગઢ, વ્યારા, નાસિક, ચિખલી વગેરે સ્થળોએ જઇ શકાય છે. અહીંનાં સ્વરાજ આશ્રમ, તળાવ તેમ જ સનસેટ પોઇન્ટ, ઘોઘલી ઘાટ, ઘોઘલી ગામ વગેરે સ્થળો જોવાલાયક છે.