લોખંડ
વિકિપીડિયા થી
લોખંડ એક રાસાયણિક તત્વ છે જેનું ચિહ્ન Fe (લૅટિન: Ferum - ફેરમ્) છે.તેની ક્રમાંક ૨૬ છે. લોખંડ એ નરમ, ચળકતી ધાતુ છે. અવકાશ માં તારાઓના નિર્માણ ચક્રમાં લોખંડ અને નિકલ એ બે ધાતુઓ અંતિમ ભાગમાં બને છે, અને તે આ પ્રક્રિયા દ્વારા બનતું સૌથી ભાર તત્વ છે. આ કારણે તે પૃથ્વી પર, તેમજ અવકાશી પદાર્થોમાં મોટા પ્રમાણમાં મળી આવે છે. લોખંડ એક મજબુત ધાતુ છે, આથી તેનો ઔદ્યોગિક ક્ષેત્રે, ઓજારો તથા હથિયારો બનાવવામાં ભરપૂર ઉપયોગ થાય છે. આ રીતે માનવ ઇતિહાસ ઘડવામાં લોખંડનો મહત્વનો ફાળો રહેલો છે.