આફ્રિકા
વિકિપીડિયા થી
આફ્રિકા ક્ષેત્રફળ અને વસ્તી, બંનેની દ્રષ્ટીએ યુરેશિયા પછીનો દુનિયાનો બીજો સૌથી મોટો ખંડ છે. મુખ્ય ખંડની તથા નજીક આવેલા ટાપુઓ ગણીને લગભગ ૩૦,૩૭૦,૦૦૦ કિ.મી.૨ (૧૧,૭૩૦,૦૦૦ માઇલ૨) પર, તે પૃથ્વીની લગભગ ૨૦.૪% જમીન રોકે છે, અને ૫૪ દેશોમાં ૮૦૦ મીલીયન થી વધુ લોકો ધરાવતો આ ખંડ વિશ્વની માનવ વસ્તીનો સાતમો ભાગ આપે છે.